Home » Study Material » ભારતરત્ન પુરસ્કારની તમામ માહિતી અને પુરસ્કાર મેળવેલ લોકોની યાદી
bharat ratna award

ભારતરત્ન પુરસ્કારની તમામ માહિતી અને પુરસ્કાર મેળવેલ લોકોની યાદી

About Bharat Ratna Award

Bharat Ratna / ભારતરત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, તેની શરૂઆત વર્ષ 1954થી થઇ હતી. શરૂઆતમાં તે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવામા  વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવતો પરંતુ ડિસેમ્બર, 2011થી કોઇપણ ક્ષેત્રમાં રાષ્ટ્ર / વિશ્વ કક્ષાએ વિશિષ્ટ યોગદાન કરનારને અપાય છે.

આ પુરસ્કાર માટે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે, વડાપ્રધાન વર્ષમાં વધુમા વધુ ત્રણ નામની ભલામણ કરી શકે છે.

ભારતરત્ન પુરસ્કારની રચના

શરૂઆતમાં ગોળાકાર સ્વર્ણ મેડલ હતો, ત્યારબાદ તાંબાના પીપળના પાનનો આકાર ધરાવતી તકતી પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનાવાયો અને તેની નીચે ચાંદીથી ‘ભારત રત્ન’ લખેલું હોય છે. આ પુરસ્કારને સફેદ રિબન સાથે ગળામાં પહેરી શકાય છે. પુરસ્કારમાં છળના ભાગ પર પ્લેટિનમથી બનેલુ ભારતનું રાષ્ટ્રચિહ્ન તેમજ તેની નીચે સત્યમેવ જયતે લખેલુ છે.

ભારતરત્ન પુરસ્કાર મેળવનાર વ્યક્તિનો ક્રમ

આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિને દેશમાં અગ્રતાની દૃષ્ટિએ સાતમો ક્રમ (7A) મળે છે જે 1. રાષ્ટ્રપતિ, 2. ઉપરાષ્ટ્રપતિ, 3. વડાપ્રધાન, 4. રાજ્યના રાજ્યપાલ, 5. પૂર્વ રાષ્ટ્રપતિ, 6. સર્વોચ્ચ ન્યાયાધીશ, 7. કેબિનેટ મંત્રી પછીનો છે.

See also:

List of Bharat Ratna Awardees

વર્ષનામપરિચય
1954ચક્રવર્તી રાજગોપાલાચારીભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ, સ્વતંત્રતા પાર્ટીના સ્થાપક
1954ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, જેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિવસ તરીકે મનાવાય છે.
1954ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામનવિદ્ધાન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા, રામન અસરના શોધક. તેઓને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
1955ડૉ. ભગવાનદાસવેદોના અભ્યાસુ, સ્વાતંત્ર્યસેનાની તેમજ એમ. કે. ગાંધી કાશી વિદ્યા પીઠના સહ-સંસ્થાપક
1955ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાભારતના પ્રસિદ્ધ એન્જિનિયર જેમના સન્માનમાં 15 સપ્ટેમ્બરને ભારતમાં એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
1955પંડિત જવાહરલાલ નેહરુભારતના પ્રથમ અને સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદ પર રહેનાર
1957ગોવિંદ વલ્લભ પંતઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી
1958મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેશિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક, ભારતની પ્રથમ મહિલા વિદ્યાપીઠના સ્થાપક
1961પુરુષોત્તમદાસ ટંડનભારતના સ્વાતંત્ર્યસંગ્રામના વિખ્યાત સ્વાતંત્ર્યસેનાની તેમજ ઉત્તર પ્રદેશ વિધાસભાના સ્પીકર
1961ડૉ. બિધનચંદ્ર રોયવિખ્યાત ડૉક્ટર, પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી જેમના જન્મદિવસ 1 જુલાઇને ભારતમાંં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
1962ડૉ. રાજેન્દ્રપ્રસાદભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની
1963ડૉ. ઝાકીર હુસેનજાણીતા શિક્ષણવિદ્દ, બિહારના ગવર્નર, ભારતના બીજા ઉપ-રાષ્ટ્રપતિ તેમજ ત્રીજા રાષ્ટ્રપતિ
1963ડૉ. પાંડુરંગ વામન કાણેપ્રસિદ્ધ સાહિત્યકાર, સંસ્કૃતના પંડિત અને સામાજિક કાર્યકારી
1966લાલબહાદુર શાસ્ત્રી (મરણોત્તર) ભારતના બીજા વડાપ્રધાન જેમણે જય જવાન, જય કિશાન સૂત્ર આપ્યું
1971શ્રીમતી ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જેઓને Iron Lady of India તરીકે ઓળખવામાં આવે છે.
1975ડૉ. વરાહગિરી વૈંકટ ગીરીભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ, ઉત્તર પ્રદેશ અને કેરળના ગવર્નર તેમજ ચોથા રાષ્ટ્રપતિ
1976કુમારસ્વામી કામરાજ નાદર (મરણૉત્તર)તમિલનાડુના ત્રણ ટર્મના મુખ્યમંત્રી
1980મધર ટેરેસાપ્રસિદ્ધ સમાજસેવિકા જેઓને 1979માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
1983આચાર્ય વિનોબા ભાવે (મરણૉત્તર) સામાજિક કાર્યકર, ભૂદાન આંદોલન માટે વિશેષ જાણીતા જેઓને 1958માં રેમન મેગ્સેસે પુરસ્કાર એનાયત કરાય હતો.
1987ખાન અબ્દુલ ગફાર ખાન (Non-Indian)આઝાદીની ચળવળના નેતા જેઓને સીમાન્ત ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે.
1988મુરુથુર ગોપાલ રામચંદ્રન્ (મરણૉત્તર)તમિલનાડુના ત્રણ ટર્મના મુખ્યમંત્રી તેમજ એવા પ્રથમ રજકારણી જેઓ અભિનય ક્ષેત્રમાંથી આવ્યા હોય. 
1990ડૉ. ભીમરાવ રામજી (બાબાસાહેબ આંબેડકર) (મરણૉત્તર)બંધારણ સભાના ડ્રાફ્ટિંગ કમિટીના વડા તેમજ ભારતના પ્રથમ કાયદા મંત્રી
1990ડૉ. નેલ્સન આર. મંડેલા (Non-Indian) તેઓને દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે જેઓને 1993માં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
1991મોરારજી રણછોડજી દેસાઈભારતના છઠ્ઠા વડાપ્રધાન તેમજ પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર ‘નિશાન-એ-પાકિસ્તાન’ મેળવનાર એકમાત્ર ભારતીય
1991રાજીવ ગાંધી (મરણૉત્તર)ભારતના નવમાં વડાપ્રધાન
1991વલ્લભભાઈ પટેલ (મરણૉત્તર)ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન જેઓને લોખંડી પુરુષ અને સરદાર તરીકે ઓળખવામાં આવે છે
1992ડૉ. જહાંગીરજી રતનજી દાદાભાઈ તાતાપ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ તેમજ ભારતની પ્રથમ એરલાઇન ‘એર ઇન્ડિયા’ના સ્થાપક
1992સત્યજિત રેવિખ્યાત દિગ્દર્શ્ક જેઓને 1984માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો.
1992મૌલાના અબુલ કલામ આઝાદ (મરણૉત્તર)દેશના પ્રથમ શિક્ષણમંત્રી જેમના જન્મદિવસ 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
1997ગુલઝારીલાલ નંદાસ્વાતંત્ર્યસેનાની અને બે વખત ભારતના કાર્યકારી વડા પ્રધાન જેઓ આયોજનપંચના બે વાર ડેપ્યૂટી ચેરમેન પણ રહી ચૂક્યા છે.
1997શ્રીમતી અરુણા આસફઅલી (મરણૉત્તર)ભારતના સ્વાતંત્ર્યસેનાની જેઓ ભારત છોડો આંદોલન વખતે ભારતનો ધ્વજ લહેરાવવા માટે વિશેષ પ્રખ્યાત છે. 
1997ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ભારતીય પ્રક્ષેપણશાસ્ત્રના પ્રણેતા, 11માં રાષ્ટ્રપતિ જેઓને ભારતના મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
1998એમ. એસ. સુબ્બુલક્ષ્મીપ્રખ્યાત કર્ણાટકી શાસ્ત્રીય ગાયિકા જેઓને ગીતની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તેણી ભારતના પ્રથમ એવા સંગીતકાર છે જેઓએ રેમન મેગ્સેસે પુરસ્કાર મેળવ્યો હોય. 
1998સી. એસ. સુબ્રહ્યણ્યમ્ સ્વાતંત્ર્યસેનાની જેઓ ગ્રીન રિવોલ્યૂશન / હરિત ક્રાંતિ માટે પણ જાણીતા છે.
1999જયપ્રકાશ નારાયણ (મરણૉત્તર)સ્વાતંત્ર્યસેનાની, લોકનાયક, સર્વોદય નેતા અને સમાજસુધારક જેઓ સંપૂર્ણ ક્રાંતિ માટે જાણીતા છે. 
1999ડૉ. અમર્ત્ય સેન ભારતીય અર્થશાસ્ત્રી જેઓને 1998માં નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.
1999ગોપીનાથ બોર્ડોલોઈ (મરણૉત્તર)આધુનિક અસમના શિલ્પકાર, શિક્ષણશાસ્ત્રી જેઓ આસામના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.
1999પંડિત રવિશંકરવિખ્યાત સિતારવાદક જેઓને 1967, 1973, 2002, 2012 અને 2013 એમ પાંચ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયા છે.
2001લતા મંગેશકરભારતીય સ્વરસામ્રાજ્ઞી જેઓને ભારતની કોકિલા / કોકિલકંઠી Nightingale of India તરીકે પણ ઓળખવામાં આવે છે.
2001ઉસ્તાદ બિસમિલ્લા ખાનવિખ્યાત શરણાઈવાદક જેઓએ શરણાઇને ભારતની પારંપરિક વાદ્યમાંથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ આપી.
2009પંડિત ભીમસેન જોષીવિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક. તેઓ એવા પ્રથમ ભારતીય સંગીતકાર / ગાયક બન્યા હતા જેમના કાર્યક્રમના પોસ્ટર્સ અમેરિકામાં જાહેરમાં લગાવવામાં આવ્યા હોય.
2014સી. એન. આર. રાવપ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી જેઓ વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓને 63 અલગ અલગ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ્‌ પદવી અપાઇ છે.
2014સચિન તેન્ડુલકરવિશ્વ વિખ્યાત ક્રિકેટર જેઓને ક્રિકેટના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
2015મદન મોહન માલવીય (મરણૉત્તર)જાણીતા શિક્ષણવિદ્દ જેમણે અખિલ ભારતીય હિંદુ મહાસભા અને બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
2015અટલ બિહારી વાજપેયીભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જેઓ 9 વાર લોકસભા ચૂંટણી જીત્યા હતા, બે વાર રાજ્યસભાના સભ્ય રહ્યા તેમજ 1996, 1998 અને 1999 થી 2004 એમ ત્રણ વાર પ્રધાનમંત્રી પદ સંભાળ્યું હતું. વર્ષ 1994માં તેઓને બેસ્ટ પાર્લિયામેન્ટેરિયનનો પુરસ્કાર અપાયો હતો.
2019પ્રણવ મુખરજીભારતના 13માં રાષ્ટ્રપતિ
2019ભૂપેન હઝારિકા (મરણૉત્તર)પ્રસિદ્ધ આસામી ગાયક, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા.
2019નાનાજી દેશમુખ (મરણૉત્તર)જાણીતા સામાજિક કાર્યકર્તા

મરણોપરાંત ભારતરત્ન પુરસ્કાર મેળવેલ વ્યક્તિઓની યાદી

શરુઆતમાં Bharat Ratna / ભારતરત્ન પુરસ્કાર મરણોપરાંત આપવાની પ્રથા ન હતી પરંતુ જાન્યુઆરી, 1955થી આ પુરસ્કાર મરણોપરાંત આપવાની શરુઆત કરવામાં આવી. સૌપ્રથમ વર્ષ 1966માંં ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને આ પુરસ્કાર મરણોપરાંત અપાયો હતો.

  • લાલબહાદુર શાસ્ત્રી
  • કે. કામરાજ
  • વિનોબા ભાવે
  • એમ. જી. રામચંદ્રન
  • બી. આર. આંબેડકર
  • રાજીવ ગાંધી
  • વલ્લભભાઇ પટેલ
  • અબ્દુલ કલામ આઝાદ
  • અરુણા અસફ અલી
  • જયપ્રકાશ નારાયણ
  • ગોપીનાથ બારડોલોઇ
  • મદન મોહન માલવીયા
  • ભૂપેન હઝારિકા
  • નાનાની દેશમુખ

Important Facts about Bharat Ratna

  • આ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવન ખાતે અપાય છે.
  • સુભાષચંદ્ર બોઝને વર્ષ 1992માં મરણોત્તર ભારતરત્ન પુરસ્કાર અપાયો હતો જેના પર વિવાદ થયો હતો કારણકે નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યું અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી. આ વિવાદ બાદ ભારત સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝને અપાયેલ પુરસ્કાર પરત લેવાયો હતો. ભારત રત્ન પુરસ્કાર પરત લેવાયાનું આ એકમાત્ર ઉદાહરણ છે.
  • ભારતના પ્રથમ શિક્ષામંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા ભારતરત્ન પુરસ્કાર સ્વીકારાયો ન હતો કેમકે તેઓ ભારતરત્ન પુરસ્કારની પસંદગી સમિતિના સભ્ય હતા. તેઓના મૃત્યુંબાદ તેઓને મરણોપરાંત ભારતરત્ન પુરસ્કાર અપાયો હતો.
  • સૌથી નાની ઉંમરમાં સચિન તેન્ડુલકરને (40 વર્ષ) અપાયો હતો. તેઓ પ્રથમ ખેલાડી હતા જેને આ પુરસ્કાર મળ્યો હોય.
  • ઘોંડો કેશવ કર્વેને આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે. તેમના 100માં જન્મદિવસે આ પુરસ્કાર અપાયો હતો.
  • રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર ન અપાયો હોય તેવા ફક્ત બે ઉદાહરણ છે જેમાં ઘોંડો કેશવ કર્વે તેમજ અટલ બિહારી વાજપેયીનો સમાવેશ થાય છે. બન્નેની વધુ ઉંમર તેમજ રાષ્ટ્રપતિ ભવન ખાતે શારીરિક ક્ષમતાને લીધે આવી શકતા ન હોવાથી તેઓના ઘરે આ પુરસ્કાર અપાયો હતો.
  • 1980માં ભારત બહાર જન્મેલા અને પાછળથી ભારતના નાગરિક બનનાર મધર ટેરેસાને આ પુરસ્કાર અપાયો હતો.
  • બે વિદેશી નાગરિકો ખાન અબ્દુલ ગફાર ખાન (પાકિસ્તાન) અને નેલ્સન મંડેલા (દ. આફ્રિકા)ને આ પુરસ્કાર અપાયો છે.
  • મોરારજી દેસાઇની સરકાર દ્વારા 13 જુલાઇ, 1977મા બધા વ્યક્તિગત સન્માન પરત ખેંચી લેવાયા હતા તેમજ જે લોકોને સન્માન અપાયા હતા તેઓને ઇલ્કાબની જેમ ન વાપરવાની સૂચના અપાઇ હતી. આખરે 25 જાન્યુઆરી, 1980ના રોજ આ પ્રતિબંધ હટાવાયો હતો.
  • 1992માં ફરી એકવાર આ સન્માન પર પ્રતિબંધ લદાયો હતો જેમાં મધ્યપ્રદેશ અને કેરળ હાઇકોર્ટમા સન્માનની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવતા આ પુરસ્કાર પર પ્રતિબંધ લદાયો હતો. છેવટે ડિસેમ્બર, 1995માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પુરસ્કારને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

આ માહિતીને વીડિયો સ્વરુપે જોવા માટે અહી ક્લિક કરો

Question – Answer on Bharat Ratna Award

ભારતરત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

1954

ક્યા વર્ષ બાદ ભારતરત્ન પુરસ્કાર કોઇપણ ક્ષેત્રમાં આપવાની શરૂઆત કરવામાં આવી?

2011

ભારતરત્ન પુરસ્કાર માટે રાષ્ટ્રપતિને કોણ ભલામણ કરી શકે છે?

વડાપ્રધાન

એક વર્ષમાં વધુમાં વધું કેટલા નામની ભલામણ કરી શકાય છે?

ત્રણ

ભારતરત્ન પુરસ્કાર કંઇ ધાતુંનો બનેલો છે?

તાંબુ + પ્લેટિનમનો સૂર્ય

ભારતરત્ન પુરસ્કારમાં આગળના ભાગમાં શું લખેલું હોય છે?

ભારતરત્ન

ભારતરત્ન પુરસ્કાર ક્યા રંગની રિબિન સાથે પહેરી શકાય છે?

સફેદ

ભારતરત્ન પુરસ્કારના પાછળના ભાગમાં શું લખેલું છે?

સત્યમેવ જયતે

ભારતરત્નથી પુરસ્કૃત વ્યક્તિ અગ્રતાની દૃષ્ટિએ દેશમાં ક્યા ક્રમે આવે છે?

સાતમાં

ભારતરત્ન પુરસ્કાર પરત લેવાયાનું એકમાત્ર ઉદાહરણ ક્યા વ્યક્તિ વિશેષનું છે?

સુભાષચંદ્ર બોઝ

ક્યા વર્ષથી ભારતરત્ન પુરસ્કાર મરણોપરાંત અપાય છે?

1955

સૌપ્રથમ ભારતરત્ન પુરસ્કાર કોને મરણોપરાંત અપાયો હતો?

લાલબહાદુર શાસ્ત્રી

ક્યા મહિલા વ્યક્તિ વિશેષને મરણોપરાંત ભારતરત્ન પુરસ્કાર એનાયત કરાયો હતો?

અરુણા અસફ અલી

સૌપ્રથમ ભારતરત્ન પુરસ્કાર ક્યા લોકોને અપાયો હતો?

સી. રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી.વી. રામન

વર્ષ 2021ની સ્થિતિએ કૂલ કેટલા લોકોને ભારતરત્ન પુરસ્કાર મરણોપરાંત અપાયો છે?

14

ભારતના ક્યા વ્યક્તિએ ભારતરત્ન પુરસ્કાર સ્વીકારવાથી ઇન્કાર કર્યો હતો?

અબ્દુલ કલામ આઝાદ

સૌથી નાની ઉંમરમાં કોને ભારતરત્ન પુરસ્કાર અપાયો હતો?

સચીન તેન્ડુલકર

ભારત રત્ન પુરસ્કાર મેળવનાર કોઇ રમતના પ્રથમ ખેલાડી કોણ છે?

સચીન તેન્ડુલકર

સૌથી મોટી ઉંમરમાં કોને ભારતરત્ન પુરસ્કાર અપાયો હતો?

ઘોંડો કેશવ કર્વે

ભારત બહાર જન્મેલા અને પાછળથી ભારતના નાગરિક બનનાર ક્યા વ્યક્તિને ભારતરત્ન પુરસ્કાર અપાયો હતો?

મધર ટેરેસા

ક્યા બે વિદેશીઓને ભારતરત્ન પુરસ્કાર અપાયો છે?

ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા

ક્યા વ્યક્તિ વિશેષને રાષ્ટ્રપતિ ભવન સિવાયના સ્થળ પર ભારતરત્ન પુરસ્કાર અપાયો હતો?

ઘોંડો કેશવ કર્વે અને અટલ બિહારી વાજપેયી

ક્યા વડાપ્રધાનના કાર્યકાળમાં ભારતરત્ન સહિત તમામ વ્યક્તિગત સન્માન પરત ખેંચાયા હતા?

મોરારજી દેસાઇ

ક્યા રાજ્યની કોર્ટમાં બંધારણીય યોગ્યતાને આધારે ભારતરત્ન પુરસ્કારને પડકાર અપાયો હતો?

મધ્ય પ્રદેશ અને કેરળ

સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યા વર્ષમાં ભારતરત્ન પુરસ્કાર પરથી પ્રતિબંધ હટાવાયા હતા?

1995

1 thought on “ભારતરત્ન પુરસ્કારની તમામ માહિતી અને પુરસ્કાર મેળવેલ લોકોની યાદી”

  1. માનનીય સાહેબ,
    R I Jadeja Grup
    આપની તાજેતરની આ તમામ પોસ્ટ હું નિયમિત વાંચું છું અને આપ દ્વારા જે આ ખુબ જ સરસ માહિતી ઓ સ્પર્ધાત્મક પરીક્ષા ના વિદ્યાર્થી ઓ સુધી પહોંચડાવાનું નું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે તેનો હું તથા મારાં સમગ્ર ગ્રુપ વતિ આભાર વ્યક્ત કરૂ છું
    આપ સાહેબ ને જણાવવાનું કે આપની અભ્યારણ્ય સંદર્ભે ની પોસ્ટ મા “ગીર નેશનલ પાર્ક ” ને “ઉના ” તાલુકા અને “જૂનાગઢ ” જિલ્લા મા દર્શાવવામાં આવેલ છેજે અંગે મને થોડી અસામાનજસ હોય તો આ અંગે વિસ્તૃત માહિતિ આપવા આપને નિવેદન છે

Comments are closed.

error: Right click is not allowed.