Home » Study Material » ગુજરાતના અભ્યારણ્ય, પાર્ક અને આરક્ષિત વિસ્તાર
gujarat national parks sanctuaries protected area

ગુજરાતના અભ્યારણ્ય, પાર્ક અને આરક્ષિત વિસ્તાર

પ્રસ્તુત પેઇજમાં ગુજરાતના તમામ અભ્યારણ્ય, પાર્ક અને આરક્ષિત વિસ્તાર (National Parks, Sanctuaries and Protected Area in Gujarat) ની માહિતી આપવામાં આવેલ છે. આ માહિતીમાં અભ્યારણ્ય / પાર્કનું નામ, તેનો વિસ્તાર, સ્થળ, જિલ્લો અને વિશેષતા સહિતની માહિતી આપવામાં આવેલ છે. આ માહિતી GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), પોલીસ ભરતી સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે. આ માહિતી વિશે આપના મંતવ્યો પેઇજ નીચે આપેલ કમેન્ટ બૉક્સમાં અચૂક આપશો જેથી માહિતીની ગુણવત્તામાં સુધારો કરી શકાય.

National Parks in Gujarat

ક્રમઆરક્ષિત વિસ્તારનું નામક્ષેત્રફળ ચો. કિમીમાંતાલુકોજિલ્લોમુખ્ય પ્રાણીઓ
1ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય1,412.13 (કૂલ)
258.71 (પાર્ક)
1153.42 (અભ્યારણ)
તાલાલાગીર સોમનાથસિંહ, દીપડા, ગુડનાર, હરણ, સાબર, બિલાડી, પેંગોલીન, ચૌશીંગા, કાળિયાર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓ.
2નારાયણ સરોવર / ચિંકારા અભ્યારણ્ય444.23લખપતકચ્છચિંકારા, જંગલી બિલાડી, શિયાળ, સ્થળાંતરીય પક્ષીઓની અનેક જાતિઓ
3મરીન નેશનલ પાર્ક અને અભ્યારણ્ય457.92 (કૂલ)
162.89 (પાર્ક)
295.03 (અભ્યારણ)
ઓખા મંડળજામનગરબોનેલીયા, એમ્ફીક્સોસ, જેલીફિશ, સીએનીમોન્સ, સ્ટારફિશ, ડોલ્ફિન, કોર્નલિયા, બોલકેટ, સ્ટારફિશ, અને વિવિધ જળચર પ્રાણીઓ / જીવો અને પક્ષીઓ (પરવાળાના ટાપુઓ અને ખરાબા) ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રય સ્થાન.
4સુરપાણેશ્વર અભ્યારણ્ય607.7દેડિયાપાડાનર્મદાચૌશીંગા, રીંછ, હાયેના, દીપડા, જંગલી બિલાડી, હરણ, ઝરખ.
5જેસોર રીંછ અભ્યારણ્ય180.66ઘાનેરાબનાસકાંઠાનીલગાય, રીંછ, દીપડા, શાહુડી, સાંભર, પક્ષીઓ.
6બરડા અભ્યારણ્ય192.31રાણાવાવપોરબંદરસિંહ, જંગલી ભૂંડ, ચિત્તલ, દીપડા, નીલગાય, વાંદરા, સાંભર.
7હીંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય6.54જસદણરાજકોટચિંકારા, નીલગાય, સ્થળાંતરીય પક્ષીઓ જેવા કએ હંસ, ફ્લેમિંગો વગેરે
8રામપરા અભ્યારણ્ય15.01વાંકાનેરમોરબીચિંકારા, નીલગાય
9બાલારામ અભ્યારણ્ય542.08પાલનપુરબનાસકાંઠાનીલગાય, રીંછ
10જાંબુઘોડા અભ્યારણ્ય130.38જાંબુઘોડાપંચમહાલરીંછ
11રતનમહાલ રીંછ અભ્યારણ્ય55.65લીમખેડાદાહોદરીંછ, ચિંકારા, દીપડા, નીલગાય, ડુક્કર
12પાણીયા અભ્યારણ્ય39.63ધારીઅમરેલીસિંહ, ચિત્તલ
13ગાગા અભ્યારણ્ય3.33કલ્યાણપુરદેવભૂમિ દ્વારકાપક્ષીઓ
14વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક34.08વલભીપુરભાવનગરબ્લેકબક, નીલગાય, શિયાળ, વરૂ, સ્થળાંતરીય પક્ષીઓ.
15ખીજડીયા પક્ષી અભ્યારણ્ય6.05જોડીયાજામનગરપક્ષીઓ
16થોળ પક્ષી અભ્યારણ્ય6.99કડીમહેસાણાપક્ષીઓ
17પોરબંદર પક્ષી અભ્યારણ્ય0.09પોરબંદરપોરબંદરસ્થળાંતર યાયાવર પક્ષીઓ
18વાંસદા નેશનલ પાર્ક23.99વાંસદાનવસારીવાઘ, દીપડા, ઝરખ, ચૌશીંગા, જંગલી ભૂંડ, સાબર
19પૂર્ણા અભ્યારણ્ય160.84ડાંગડાંગહરણ, વાંદરા
20ઘુડખર અભ્યારણ્ય4953.68નાનું રણકચ્છઘુડખર, નીલગાય, દીપડા, શિયાળ, ચિંકારા, કાળિયાર, જંગલી ગધેડાં, વરૂ, ડુક્કર તથા પક્ષીઓ (નાનું રણ)
21સુરખાબનગર રણ અભ્યારણ્ય7506.22રાપરકચ્છનીલગાય, શિયાળ, ચિંકારા, ફ્લેમિંગો, સ્થળાંતરીય પક્ષીઓ
22કચ્છ અભ્યારણ્ય2.03અબડાસાકચ્છઘોરાડ અને ચિંકારા
23નળ સરોવર પક્ષી અભ્યારણ્ય120.82લખતર સાણંદસુરેન્દ્રનગર, અમદાવાદસ્થળાંતરીય પક્ષીઓ, બગલાઓ, પેલિકન, ફ્લેમિંગો, સારસકુંજ, રાજહંસ
24હાથબ કાચબા ઉછેરકેન્દ્ર110.5હાથબનો દરિયાકિનારોભાવનગરકાચબા
25મીતીયાળા વન્યજીવન અભ્યારણ18.22મીતીયાળાઅમરેલીસિંહ, દીપડા, ટપકાંવાળા હરણ, નીલગાય
26ગિરનાર વન્યજીવ અભ્યારણ્ય178.87ભવનાથજૂનાગઢવાંદરા, હરણ, સેમર(રોઝ), જંગલી ભૂંડ, દીપડા, સિંહ
27ક્ચ્છ બાયોસ્ફિયર રિઝર્વ12454નાનું અને મોટું રણકચ્છ-
28છારી-ઢંઢ જળપ્લાવીત ભૂમી સંવર્ધન ક્ષેત્ર227ફુલય, નખત્રાણાકચ્છ-
29બન્ની ઘાસમેદાન ક્ષેત્ર-કચ્છકચ્છ-
error: Right click is not allowed.