Home » Study Material » ગુજરાતના ધાર્મિક સ્થળો / Religious Places in Gujarat
religious places in gujarat

ગુજરાતના ધાર્મિક સ્થળો / Religious Places in Gujarat

ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ ધર્મના પવિત્ર સ્થળોની યાદી (Gujarat Religious Places) આ પેઇજમાં આપવામાં આવેલ છે જે આગામી લેવાનાર GPSC, GSSSB તથા પોલીસ ભરતી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે. આ માહિતીમાં જો કોઇ બાબત ખૂટતી હોય તો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરુર જણાવશો જેથી આ લેખને સુધારી શકાય.

ગુજરાતના હિન્દુ યાત્રાધામો

  • સોમનાથ, પ્રભાસપાટણ (જિ. ગીર સોમનાથ): બાર જ્યોતિર્લિંગોમાંનું એક
  • અંબાજી (જિ. બનાસકાંઠા): શકિત સંપ્રદાયનું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, 51 શક્તિપીઠો પૈકીની એક
  • બાલારામ (જિ. બનાસકાંઠા): કોટેશ્વર મહાદેવનું મંદિર
  • શામળાજી (જિ. સાબરકાંઠા): શ્રી કૃષ્ણના ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ
  • બહુચરાજી (જિ. મહેસાણા): બહુચર માતાનું પ્રાચીન મંદિર
  • નારાયણ સરોવર (જિ. કચ્છ): ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંનુ એક
  • કોટેશ્વર (જિ. કચ્છ): કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય
  • ગલતેશ્વર (જિ. ખેડા): સોલંકી યુગનું શિવાલય
  • ડાકોર (જિ. ખેડા): રણછોડરયજીનું મંદિર
  • કાયાવરોહણ (જિ. વડોદરા): પાશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ
  • નારેશ્વર (જિ. વડોદરા): મહારજશ્રી રંગા અવધૂતનો આશ્રમ
  • વીરપુર (જિ. રાજકોટ): ભક્ત જલારામનું સ્થાનક
  • સતાધાર (જિ. જૂનાગઢ): સંતશ્રી આપાગીગાનું સમાધિ સ્થળ
  • ગુપ્ત પ્રયાગ (જિ. જૂનાગઢ): ગુપ્ત પ્રાયગરાજજીનું પ્રાચીન મંદિર
  • રાજપરા (જિ. ભાવનગર): ખોડિયાર માતાનું ભવ્ય મંદિર
  • ગોપનાથ (જિ. ભાવનગર): સમુદ્રકિનારે ગોપનથનું શિવમંદિર
  • સાળંગપુર (જિ. બેાટાદ): હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર
  • પાવાગઢ (જિ. પંચમહાલ): મહાકાલી માતાનું પ્રાચીન તીર્થધામ
  • કામરેજ (જિ. સુરત): નારદ–બ્રહ્માની અનોખી પ્રતિમા
  • દ્વારકા (જિ. દેવભૂમિ દ્વારકા): ભગવાન શ્રીકૃષ્ણની નગરી, દ્વારકાધીનું ભવ્ય મંદિર
  • ઊંઝા (જિ. મહેસાણા): કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું મંદિર
  • બિંદુ સરોવર (સિદ્ધપુર જિ. પાટણ): ભારતનાં પવિત્ર સરોવરોમાંનું એક
  • ચાંદોદ (જિ. વડોદરા): પોતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ
  • ભૃગુ આશ્રમ, ભરૂચ (જિ. ભરૂચ): ભૃગુ ઋષિનો પ્રાચિન આશ્રમ
  • ગિરનાર (જિ. જૂનાગઢ): ગોરખનાથ, અંબા માતા, ગુરુ દત્તાત્રેય, ઓઘડ અને કાલકા શિખર
  • ગઢડા (જિ. ભાવનગર): સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ
  • વડતાલ (જિ. આણંદ): શ્રી સ્વામીનારાયણ ભગવાનનું મનોહર મંદિર
  • બોચાસણ (જિ. આણંદ): શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક
  • અક્ષરધામ (ગાંધીનગર): સ્વામિનારાયણ સંપ્રદાયનું આધુનિક અને ભવ્ય મંદિર
  • સાળંગપુર (જિ. બેાટાદ): સ્વામિનારાયણ સંપ્રદાયનું જાણિતું તીર્થ

ગુજરાતના જૈન તિર્થસ્થળો

  • પાલિતાણા (જિ. ભાવનગર): જૈનોનું પવિત્ર તીર્થધામ, 863 દેરાસરો
  • ભદ્રેશ્વર (જિ. કચ્છ): ભગવાન મહાવીરના મંદિર ઉપરાંત 52 દેરાસરો
  • તારંગા (જિ. મહેસાણા): એક જ શિલામાંથી કંડારાયેલ ભગવાન અજિતનાથની પ્રતિમા
  • મહેસાણા (જિ. મહેસાણા): શ્રી સમંધર સ્વામીની મૂર્તિ
  • ભોયાણી (જિ. મહેસાણા): ભગવાન શ્રી મલ્લિનાથની સુંદર પ્રતિમા
  • શંખેશ્વર (જિ. પાટણ): પાલિતાણા પછીનું જૈનોનું મહત્વનું તીર્થધામ
  • મહુડી (જિ. ગાંધીનગર): શ્રી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ
  • શેરીશા (જિ. ગાંધીનગર): શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા
  • પાનસર (જિ. ગાંધીનગર): ભગવાન શ્રી ધર્મનાથની મૂર્તિ
  • ગિરનાર (જિ. જૂનાગઢ): નેમિનાથજીનાં દેરાસર સહિત 800 જૈન દેરાસરો

ગુજરાતના મુસ્લિમ ધર્મના આસ્થા સ્થળો

  • મીરાં દાતાર (ઉનાવા, જિ. પાટણ): એક ઓલિયાની પુરાતન દરગાહ
  • દેલમાલ (જિ. મહેસાણા): હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન
  • શેલાવી (જિ. મહેસાણા): દાઉદી વહોરા કોમની બે દરગાહો
  • દાતર (જિ. જૂનાગઢ): જમિયલશા પીરની દરગાહ
  • રોજારોજી (મહેમદાવાદ, જિ. ખેડા): પ્રસિદ્ધ રોજો

ગુજરાતના પારસી તીર્થસ્થાનો

  • સંજાણ (જિ. વલસાડ): ઈરાનથી આવેલા પારસીઓએ સંજાણના રાજાનો આશ્રય મેળવ્યો હતો.
  • ઉદવાડા (જિ. વલસાડ): પવિત્ર આતશ બહેરામા પ્રજ્વલિત છે.

ગુજરાતના યહૂદી તીર્થસ્થાનો

  • ખમાસા (અમદાવાદ): સિનેગોગ (ગુજરાતનું એકમાત્ર પ્રાર્થનાગૃહ)

ગુજરાતના ખ્રિસ્તી ધર્મના તીર્થસ્થાનો

  • વડોદરા (જિ. વડોદરા): નિષ્કલંક માતાનું ધામ
  • ખંભોળજ (જિ. આણંદ): નિરોધારોની માતા 

See also:

One app for all exams!

Download our mobile app and start your competitive exam preparation anywhere, anytime… You can get everything you need to start your exam preparation including Job updates, Daily Current Affairs, GK in Gujarati, Study Material, Category wise GK Quiz, Video Tutorials and more…

5 thoughts on “ગુજરાતના ધાર્મિક સ્થળો / Religious Places in Gujarat”

  1. સોમનાથ મંદિર ગીર સોમનાથ જીલ્લા માં આવેલ છે.જે સુધારો કરવા આપશ્રી ને વિનંતી…

  2. sarangpur hanuman temple and swaminarayan mandir botad jilla ma aave che jethi aa sudharva vinanti

Comments are closed.

error: Right click is not allowed.