Home » Study Material » વિવિધ આહારના પ્રાપ્તિસ્થાન, કાર્ય અને ઉણપથી થતા રોગો
food sources function diseases

વિવિધ આહારના પ્રાપ્તિસ્થાન, કાર્ય અને ઉણપથી થતા રોગો

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર વિટામિનના પ્રાપ્તિ સ્થાન, તેમના કાર્ય તેમજ તેનાથી થતા વિવિધ રોગો વિશેના પ્રશ્નો પુછવામાં આવે છે. આ પેઇજ પર વિવિધ ઘટક જેમકે, પ્રોટીન, ચરબી, વિટામિન, કેલ્શિયમ સહિતના ઘટકોની માહિતી, તેના પ્રાપ્તિસ્થાનો, માનવ શરીરમાં તેના મહત્વપૂર્ણ કાર્યો તેમજ તેની ઉણપથી થતા રોગો / અસરો વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. આ માહિતી આવનાર પોલીસ કોન્સ્ટેબલ અને PSI / ASI સહિતની પરીક્ષાઓમાં ચોક્કસ ઉપયોગી થશે.

ઘટકપ્રાપ્તિસ્થાનમહત્વનાં કાર્યોઊણપનાં લક્ષણો
પ્રોટીનદૂધ, દૂધની બનાવટો, કઠોળ, ઈંડાં, માંસ, માછલી, સૂકો મેવો, મગફળીઘસારાને દૂર કરવો, રોગપ્રતિકારક શક્તિ વધારવી, શરીરની વૃદ્ધિવજનમાં ઘટાડો, નબળા સ્નાયુ, મનની અસજ્જતા કે મંદતા, રોગ – પ્રતિકારક શક્તિનો અભાવ, અશક્તિ
ચરબીતલ, મગફળી, કરડી, કપાસિયા, કોપરા, સરસવનાં તેલ, મલાઈ, માખણ, ઘી, પનીર, મોર્ગેરિન, પશુની ચરબી, ઈંડાંનો પીળો ભાગશક્તિનું અને શરીરની ઉષ્માનું સર્જનવજન ઘટાડો, થાક અશક્તિ
કાર્બોદિત પદાર્થોખાંડ, શરબત, ફળ, દૂધ, અનાજ, ધાન્યો, બટાટા, કંદમૂળ, કાંજીશરીરની ગરમી અને શક્તિનું ઉત્પાદનવજન ઘટાડો, ચામડીના રોગો
કેલ્શિયમદૂધ, દહીં, છાસ અને દૂધની બનાવટો, લીલાં શાકભાજી, બાજરી, નાની માછલીઓ. રાગીઅસ્થિસર્જન, હ્યદય / સ્નાયુની કાર્યક્ષમતા, રક્તગઠનનબળાં હાડકાં, દાંતનો સડો, સ્નાયુની દુષ્કિયા
લોહતત્વભાજીપાલો શાક, મોગરી, રીંગણ, અનાજ, કઠોળ, માંસ, બાજરી, ગોળ, ખજૂર, તલ, રાઈ, મેથીરક્તસર્જનલોહીની ફિકાશ, પાંડુરોગ, એનિમિયા
વિટામિન એતમામ પ્રકારનાં તેલ, ઘી, માખણ, મલાઈ, પીળાં ફળો, ગાજર, પપૈયું, પીચ, કોળું, ઈંડાનો પીળો ભાગ, માછલીનું તેલ, ટામેટાંચામડીની સુરક્ષા, આંખની સુરક્ષા, અંતર્ ત્વચાનું સ્વાસ્થ્ય, શરીરની વૃદ્ધિ, રોગ સામે રક્ષણમંદ વિકાસ, રતાંધળાપણું અને આંખના રોગો, ચામડીના રોગ, ચામડી ફાટી જવી, પગની પાનીમાં ચીરા
વિટામીન બી થાયોમિન બેરીનતમામ પ્રકારનાં ધાન્ય અને કઠોળનાં ફોતરાં, ફળોની બાહ્યત્વચા, ખમીર (યીસ્ટ), તલ, મગફળી, સૂકાં મરચાં, માંસ, છડ્યા વગરના ચોખા, ફોતરાંવાળીદાળ, કઠોળવૃદ્ધિનું, કાર્બોદિતનું ચયાપચય, હ્યદય – સ્નાયુનું જ્ઞાનતંતુનું તંદુરસ્ત મનનુંવિકાસમંદતા, ભૂખનો અભાવ, વજન ઘટાડો, કમશક્તિ, હ્યદય ધડકન, ચેતાવિકાર, અલ્પક્ષમતા થાક, અપચો, બેરીબેરી
વિટામીન બી – 2 રીખોફ્લેવીનદૂધ અને તેની વાનગી, લીલાં શાકભાજી, ખમીર (યીસ્ટ), ઈંડાં, યકૃત વિદ્ધિ – ચામડી – મુખનું સ્વાસ્થ્ય કાર્બોદિતનું ચયાપચય, આંખનું સ્વાસ્થ્યવિકાસમંદતા, રાતી આંખો, ઝાંખી દષ્ટિ, પ્રકાશ – અસહિષ્ણુતા, મુખના ખૂણા પર ચાંદાં, રાતી જીભ.
વિટામીન બી – 6 પાયરિડોરિયનલીલાં શાકભાજી, માંસ, યકૃતવૃદ્ધિ, ચામડીનું સ્વાસ્થ્ય, જ્ઞાનતંતુની કાર્યક્ષમતા બાળકોમાં તાણ
વિટામીન બી – 12 દૂધ, માંસરક્તનું સર્જનપરનિસિયસ પાંડુરોગ
વિટામીન સી તમામ પ્રકારનાં ખાટાં ફળો, આમળાં, ટામેટાં, લીંબુ, ભાજીપાલો, બટાટા, ફણગાવેલાં અંકુરિત કઠોળ, ધાન્યવૃદ્ધિ, કેશવાહિની રક્તવાહિનીનું સમારકામ, દાંતનાં પેઢાનું સ્વાસ્થ્યરક્તસ્ત્રાવી પેઢાં, સાંધામાં રક્તસ્ત્રાવ, ચામડી પર ઝામા, ઘાની રૂઝમાં વિલંબ, સ્કર્વી
વિટામીન ડી (સૂર્યનાં કોમળ કિરણોની અસરથી ત્વચા નીચે રહેલ અરગોસ્ટેરોલનું વિટામિન ડીમાં પરિવર્તન)તમામ પ્રકારનાં તેલ – ઘી, માખણ, મલાઈ, લીવર, ઈંડાં, માછલીનું તેલકેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયમાં, અસ્થિમાં કેલ્શિયમ જમા કરવામાં સહાયરૂપ, દાંતનું સ્વાસ્થ્ય.સુક્તાન (બાળકમાં) નબળાં હાડકાં, (મોટામાં) કેલ્શિયમ જમા ન થવાથી પોચા વળી શકે તેવાં હાડકાં, દાંતનો સડો, અસ્થિમૃદુતા
વિટામીન ઈ સેકોફેરોલતમામ પ્રકારનાં અંકુરિત ધાન્યો, કઠોળ, તેલ, લીલાં શાક, ઘી, દૂધ, મલાઈ,માખણ પ્રજનન ક્ષમતાપ્રજનન ક્ષમતા પર અસર
વિટામીન કેલીલાં શાકભાજી, ટામેટાંસ્વાભાવિક રક્તગઠનમાં સહાયકરક્તસ્ત્રાવની ફરિયાદ
નિકોટિનિક એસિડ (નાયાલિન)ઘઉંના અંકુર, કઠોળ, ટામેટાં, સૂકાં ફળ, લીલાં શાકભાજી, માંસ, ફોતરાંવાળાં ધાન્યકાર્બોદિત પદાર્થોના ચયાપચયમાં, પાચનતંત્ર અને ચેતાતંત્રની ક્ષમતા વધારવામાં, ત્વચાનું સ્વાસ્થ્ય જાળવવામાં.લીસી રાતી જીભ, પાચનવિકાર (ઝાડો), મનોવિકાર, કાળા ડાઘ, શરીરનાં ખૂલ્લા ભાગ પર પેલાગ્રા
ફોલિક એસિડ ભાજીપાલો, કઠોળરક્તનું સર્જન, સગર્ભાવસ્થમાં ભ્રુણનો વિકાસસગર્ભા સ્ત્રીમાં અને બાળકમાં રક્તની અલ્પતા, ફિકાશ (પાંડુતા)

1 thought on “વિવિધ આહારના પ્રાપ્તિસ્થાન, કાર્ય અને ઉણપથી થતા રોગો”

Comments are closed.

error: Right click is not allowed.