Home » Study Material » ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોત
sources of constitution of India

ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોત

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ છે જેના મુજબ ભારતની શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણીય સભામાં પસાર કરાયું હતું તેમજ 26 જાન્યુઆરી, 1950થી તેને લાગૂ કરવામાં આવ્યું હતું. આ બંધારણ આઝાદ ભારતની બંધારણ સભા દ્વારા બનાવાયું હતું. બંધારણીય સભા દ્વારા અનેક દેશોના બંધારણના અભ્યાસ બાદ આ બંધારણ બનાવાયું હતું. બંધારણ સભાએ અનેક દેશોના બંધારણમાંથી અમુક વ્યવસ્થાઓ સ્વીકારી હતી જેની યાદી આ પેઇજ પર પ્રસ્તુત છે.

વિવિધ દેશોના બંધારણમાંથી ભારતના બંધારણમાં અપનાવાયેલ વ્યવસ્થાઓ

બ્રિટન

  • સંસદીય વ્યવસ્થા
  • નામમાત્રના રાજ્યના વડા (રાષ્ટ્રપતિ)
  • શક્તિશાળી નીચલું ગૃહ (લોકસભા)
  • એકલ નાગરિકતા
  • કાયદા નિર્માણની પ્રક્રિયા
  • દ્વિગૃહી પ્રક્રિયા (લોકસભા અને રાજ્યસભા)
  • કાયદાનું શાસન
  • કેબિનેટ વ્યવસ્થા
  • ગૃહના સ્પીકર અને તેમની ભૂમિકા
  • વિશેષાધિકાર આદેશ
  • સંસદીય વિશેષાધિકાર

અમેરિકા

  • મૂળભૂત અધિકાર
  • લિખિત બંધારણ
  • બંધારણની પ્રસ્તાવના
  • સંઘીય વ્યવસ્થા
  • રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
  • ઉપ-રાષ્ટ્રપતિનું પદ અને તેમની ભૂમિકા
  • સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા
  • સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા
  • મતદાર મંડળ
  • સ્વતંત્ર ન્યાયપાલિકા અને સત્તાનું વિભાજન
  • ન્યાયિક સમીક્ષા
  • ત્રણે દળના વડા તરીકે રાષ્ટ્રપતિ
  • કાયદા હેઠળ દરેકને સમાન રક્ષણ

આયર્લેન્ડ

  • રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
  • રાષ્ટ્રપતિને રાજ્યસભામાં સદસ્યો નિમવાની સત્તા
  • રાષ્ટ્રપતિ ચુંટવાની પ્રક્રિયા

ઓસ્ટ્રેલિયા

  • રાજ્યો વચ્ચે વેપાર વાણિજ્યની સ્વતંત્રતા
  • સંઘીય અધિકાર ક્ષેત્ર બહાર પણ સંધિઓને અમલમાં મુકવાની કાયદાકીય સત્તા
  • સંયુક્ત યાદી
  • સંસદની સંયુક્ત બેઠકની વ્યવસ્થા
  • પ્રસ્તાવનાની શબ્દાવલી

ફ્રાન્સ

  • સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના
  • પ્રસ્તાવનામાં ગણતંત્રના આદર્શો

કેનેડા

  • શક્તિશાળી કેન્દ્ર
  • સત્તાનું વિભાજન
  • બાકીની / વધારાની સત્તા કેન્દ્ર પાસે
  • રાજ્યપાલની નિયુક્તિ
  • સુપ્રીમ કોર્ટની સલાહ આપવાની સત્તાઓ

રશિયા

  • મૂળભૂત ફરજો
  • આર્થિક વિકાસની દેખરેખ માટે આયોજન પંચની જોગવાઇ
  • ન્યાય સંબંધી (સામાજિક, આર્થિક અને રાજકીય) આદર્શોને પ્રસ્તાવનામાં સામેલ કરવા

જર્મની

  • કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોનું સ્થગન

દક્ષિણ આફ્રિકા

  • બંધારણમાં સંશોધનની પ્રક્રિયા
  • રાજ્યસભાના સદસ્યોની ચુંટણી

જાપાન

  • કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા

અન્ય સ્ત્રોત

  • ભારત શાસન અધિનિયમ, 1935
  • સંઘીય ન્યાયપાલિકાની શક્તિઓ
  • સંઘીય વ્યવસ્થા

One app for all exams!

Download our mobile app and start your competitive exam preparation anywhere, anytime… You can get everything you need to start your exam preparation including Job updates, Daily Current Affairs, GK in Gujarati, Study Material, Category wise GK Quiz, Video Tutorials and more…

1 thought on “ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોત”

Comments are closed.

error: Right click is not allowed.