રાજ્ય એટલે શું?
આપણે રોજિંદા જીવનમાં “રાજ્ય” શબ્દનો અર્થ ગુજરાત જેવા પ્રાંત માટે કરીએ છીએ પરંતુ Political Science માં રાજ્ય અથવા State નો અર્થ અલગ છે.
રાજ્ય (State) એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતા લોકોનું એવું રાજકીય સંગઠન, જેના પાસે સરકાર અને સર્વોચ્ચ સત્તા (Sovereignty) હોય.
સરળ ભાષામાં, જે રાજકીય વ્યવસ્થા પાસે લોકો, પ્રદેશ, સરકાર અને સાર્વભૌમત્વ હોય તેને રાજ્ય કહી શકાય.
ઉદાહરણ: ભારત, જેની પાસે લોકો છે, નિશ્ચિત પ્રદેશ છે, પોતાની સરકાર છે તેમજ ભારત એક સાર્વભૌમ દેશ છે.
લોકો (People)
રાજ્યમાં લોકો અથવા વસ્તી હોવી જરૂરી છે. લોકોની સંખ્યા કેટલી હોવી જોઈએ તેની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. કેટલાક દેશોની વસ્તી ખૂબ મોટી છે, જ્યારે કેટલાક દેશોની વસ્તી ઓછી છે.
નિશ્ચિત પ્રદેશ (Territory)
રાજ્ય પાસે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ હોવો જોઈએ. તેમાં સામાન્ય રીતે જમીનનો પ્રદેશ, પ્રાદેશિક જળવિસ્તાર (Territorial Waters), હવાઈ વિસ્તાર (Airspace) વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ: ભારતનો પોતાનો ભૌગોલિક પ્રદેશ છે, તેથી ભારત રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવે છે.
સરકાર (Government)
સરકાર રાજ્યની વ્યવસ્થા ચલાવે છે જેના મુખ્ય ત્રણ અંગો છે.
| અંગ | English | મુખ્ય કાર્ય |
|---|---|---|
| ધારાસભા | Legislature | કાયદા બનાવે |
| કારોબારી | Executive | કાયદા અને નીતિઓનો અમલ કરે |
| ન્યાયતંત્ર | Judiciary | કાયદાનું અર્થઘટન અને ન્યાય આપે |
સાર્વભૌમત્વ (Sovereignty)
સાર્વભૌમત્વ એટલે રાજ્યની સર્વોચ્ચ સત્તા. સરળ ભાષામાં, રાજ્ય પોતાની આંતરિક બાબતોમાં સર્વોચ્ચ સત્તા ધરાવે છે અને બાહ્ય રીતે અન્ય દેશના નિયંત્રણ હેઠળ નથી. સાર્વભૌમત્વના બે અગત્યના પાસાં છે. ૧. આંતરિક સાર્વભૌમત્વ (Internal Sovereignty): રાજ્ય પોતાના પ્રદેશમાં કાયદા બનાવે અને તેનો અમલ કરાવે અને ૨. બાહ્ય સાર્વભૌમત્વ (External Sovereignty): રાજ્ય અન્ય દેશના નિયંત્રણથી મુક્ત રહીને પોતાના વિદેશી સંબંધો નક્કી કરે.
યાદ રાખો: માત્ર લોકો અને જમીન હોવાથી રાજ્ય બની જતું નથી. રાજ્ય માટે સરકાર અને સાર્વભૌમત્વ પણ જરૂરી છે.
સમાજ (Society) અને રાજ્ય (State)
સમાજ અને રાજ્ય એકબીજા સાથે જોડાયેલા છે. સમાજ એટલે લોકો, પરિવારો, જૂથો અને સંસ્થાઓ વચ્ચેના સામાજિક સંબંધોનું સંગઠન. ઉદાહરણ તરીકે પરિવાર, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સામાજિક સંગઠન, વિવિધ સમુદાયો વગેરે.
State Vs Society
| મુદ્દો | રાજ્ય (State) | સમાજ (Society) |
|---|---|---|
| સ્વરૂપ | રાજકીય સંગઠન | સામાજિક સંગઠન |
| પ્રદેશ | નિશ્ચિત પ્રદેશ જરૂરી | નિશ્ચિત પ્રદેશ જરૂરી નથી |
| મુખ્ય આધાર | રાજકીય સત્તા | સામાજિક સંબંધો |
| કાયદાનો અમલ | કાયદાનો અમલ કરાવી શકે | રાજ્ય જેવી કાનૂની સત્તા નથી |
| વ્યાપ | તુલનાત્મક રીતે મર્યાદિત | વધુ વ્યાપક |
| ઉદાહરણ | ભારત | ભારતીય સમાજ |
યાદ રાખો: Society માં State નો સમાવેશ થઈ શકે છે પરંતુ Society માત્ર State પૂરતું મર્યાદિત નથી.
સરકાર (Government) અને રાજ્ય (State)
આ બંને શબ્દોનો ઉપયોગ ઘણી વાર એકબીજાના સ્થાને થાય છે, પરંતુ બંધારણ અને Political Science માં તેમનો અર્થ અલગ છે. સરકાર એટલે રાજ્ય ચલાવતી સંસ્થાઓ અને વયવસ્થા છે ઉદાહરણ તરીકે ભારત સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્રની ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર.
State Vs Government
| મુદ્દો | State | Government |
|---|---|---|
| અર્થ | સમગ્ર રાજકીય સંગઠન | રાજ્ય ચલાવતી વ્યવસ્થા |
| ઘટકો | People, Territory, Government, Sovereignty | રાજ્યનું એક તત્વ |
| સત્તા | રાજ્યની સર્વોચ્ચ સત્તા | રાજ્યના બંધારણ અને કાયદાથી સત્તા |
| સ્થાયિત્વ | સતત અસ્તિત્વ ધરાવે છે | સરકાર બદલાઈ શકે છે |
| ઉદાહરણ | ભારત | ભારતની વર્તમાન સરકાર |
સરળ સમજૂતી: ભારતમાં સરકાર બદલાઈ શકે છે પરંતુ ભારત રાજ્ય તરીકે બદલાતું નથી. Government એ રાજ્યનું એક અંગ છે જ્યારે State એ સંપૂર્ણ રાજકીય એકમ છે.
સામાજિક કરારનો સિદ્ધાંત (Social Contract Theory)
રાજ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે કેટલાક રાજકીય વિચારકોએ Social Contract Theory રજૂ કરી. આ સિદ્ધાંત અનુસાર, લોકો વચ્ચેના કરાર અથવા સમજૂતીથી રાજ્યની રચના થાય છે. આવા વિચારકોમાં મુખ્યત્વે Thomas Hobbes, John Locke, Jean-Jacques Rousseau વગેરેનો સમાવેશ થાય છે.
Thomas Hobbes
Hobbesના મત મુજબ, કુદરતી અવસ્થામાં લોકો વચ્ચે અસુરક્ષા અને સંઘર્ષ હોઈ શકે છે. તેથી શાંતિ અને સુરક્ષા માટે મજબૂત સત્તાની જરૂર છે.
John Locke
Lockeના મત મુજબ, લોકોને કુદરતી અધિકારો (Natural Rights) પ્રાપ્ત છે જેમાં જીવન (Life), સ્વતંત્રતા (Liberty) અને સંપત્તિ (Property) નો સમાવેશ થાય છે. જ્હોનના મત મુજબ લોકો પોતાના અધિકારોની સુરક્ષા માટે સરકાર બનાવે છે.
Jean-Jacques Rousseau
Rousseauએ General Will (સામાન્ય ઇચ્છા) પર ભાર મૂક્યો છે, તેમના વિચારોમાં લોકોની સામૂહિક ઇચ્છા અને લોકસર્વભૌમત્વ (Popular Sovereignty) મહત્વપૂર્ણ છે.
Quick Comparison:
| વિચારક | મુખ્ય વિચાર |
|---|---|
| Hobbes | સુરક્ષા માટે મજબૂત સત્તા |
| Locke | કુદરતી અધિકારોનું રક્ષણ |
| Rousseau | General Will અને લોકસર્વભૌમત્વ |
બંધારણ (Constitution) એટલે શું?
હવે આપણે રાજ્યનો અર્થ સમજ્યો. હવે પ્રશ્ન છે — રાજ્ય કેવી રીતે ચાલશે? સરકારની સત્તા શું હશે? નાગરિકોના અધિકારો કોણ સુરક્ષિત કરશે? વગેરે. આ પ્રશ્નોના જવાબ માટે બંધારણ જરૂરી છે.
બંધારણ (Constitution) એટલે રાજ્યની શાસનવ્યવસ્થાના મૂળભૂત નિયમો અને સિદ્ધાંતો નક્કી કરતું સર્વોચ્ચ કાનૂની માળખું.
જેમકે ભારત માટે ભારતીય બંધારણ દેશના શાસનની રચના, સરકારની સત્તાઓ, નાગરિકોના અધિકારો અને રાજ્યના મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરે છે.
બંધારણમાં શું નક્કી થાય છે?
- સરકારની રચના.
- Legislature, Executive અને Judiciaryની સત્તાઓ.
- કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન.
- નાગરિકોના અધિકારો.
- સરકાર પરની મર્યાદાઓ.
- બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા.
બંધારણની જરૂરિયાત શા માટે છે?
બંધારણ વિના સરકારની સત્તાઓ સ્પષ્ટ ન હોય તો સત્તાનો દુરુપયોગ થઈ શકે છે.
બંધારણના મુખ્ય હેતુઓ:
શાસન માટે નિયમો આપવા: દેશ કેવી રીતે ચાલશે તે માટે મૂળભૂત નિયમો નક્કી કરે છે.
સરકારની સત્તા નક્કી કરવી: કઈ સંસ્થા શું કરી શકે અને શું ન કરી શકે તે નક્કી કરે છે.
નાગરિકોના અધિકારોનું રક્ષણ: જેમકે ભારતીય બંધારણમાં Fundamental Rights દ્વારા નાગરિકોના મહત્વપૂર્ણ અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે.
સત્તા પર મર્યાદા મૂકવી: સરકાર મનસ્વી રીતે સત્તાનો ઉપયોગ ન કરી શકે તે માટે બંધારણીય મર્યાદાઓ હોય છે.
લોકશાહીનું રક્ષણ: લોકોની ભાગીદારી, પ્રતિનિધિત્વ અને જવાબદાર સરકાર માટે માળખું આપે છે.
દેશના મૂળભૂત લક્ષ્યો નક્કી કરવું: જેમકે ભારતીય બંધારણની પ્રસ્તાવના (Preamble)માં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા આદર્શો દર્શાવવામાં આવ્યા છે.
બંધારણના મુખ્ય કાર્યો (Functions of Constitution)
| No. | Function | સરળ સમજણ | ઉદાહરણ |
|---|---|---|---|
| 1 | Rule Book | શાસન માટેના મૂળભૂત નિયમો આપે છે | ભારતનું બંધારણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની રચના નક્કી કરે છે. |
| 2 | Institutions | સરકારના અંગોની રચના અને સત્તા નક્કી કરે છે | ભારતનું બંધારણ કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાઓ નક્કી કરે છે તેમજ વિવિધ કામને બંને વચ્ચે વહેંચવામાં આવ્યા છે. |
| 3 | Limits on Power | સરકારની સત્તા પર મર્યાદા મૂકે છે | Fundamental Rights સરકારના કેટલાક કાર્યો પર મર્યાદા મૂકી શકે છે. |
| 4 | Nature of Polity | દેશની રાજકીય વ્યવસ્થાનું સ્વરૂપ નક્કી કરે છે | ભારતનું બંધારણે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી તેમજ ગણરાજ્ય વર્ણવ્યું છે. |
| 5 | Social Aspirations | સામાજિક ન્યાય અને કલ્યાણના લક્ષ્યો નક્કી કરે છે | Directive Principles of State Policy (DPSP) દ્વારા સામાજિક અને આર્થિક ન્યાય માટે માર્ગદર્શન મળે છે. |
| 6 | Common Identity | દેશની એકતા અને બંધારણીય ઓળખને મજબૂત કરે છે | ભારતીય બંધારણ દેશના નાગરિકોને એક સામાન્ય બંધારણીય માળખું આપે છે. |
બંધારણ એક જીવંત દસ્તાવેજ (Living Document)
ભારતીય બંધારણને ઘણી વાર Living Document કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે બંધારણ સમયની જરૂરિયાત પ્રમાણે સુધારા અને ન્યાયિક અર્થઘટન દ્વારા વિકસતું રહે છે.
ભારતીય બંધારણમાં ફેરફાર કેવી રીતે થઈ શકે?
- બંધારણીય સુધારા (Constitutional Amendments).
- ન્યાયતંત્ર દ્વારા અર્થઘટન (Judicial Interpretation).
- બંધારણીય પરંપરાઓ અને પ્રથાઓ.
ઉદાહરણ: Article 368 બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે.
યાદ રાખો: Living Documentનો અર્થ એ નથી કે બંધારણના બધા નિયમો કોઈપણ સમયે સરળતાથી બદલી શકાય છે. ભારતીય બંધારણમાં સુધારાની અલગ અલગ પ્રક્રિયાઓ છે. કેટલાક સુધારા માટે વિશેષ બહુમતી અને કેટલાક માટે રાજ્યોની મંજૂરી પણ જરૂરી છે.
બંધારણના પ્રકારો (Types of Constitution)
બંધારણને અલગ અલગ આધાર પર વર્ગીકૃત કરી શકાય છે. જેમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ પ્રકારોનો સમાવેશ થાય છે 1. Written અને Unwritten, 2. Rigid અને Flexible, 3. Federal અને 4. Unitary.
Written Constitution / લિખિત બંધારણ
લિખિત બંધારણ એટલે એવું બંધારણ કે જે એક અથવા અનેક દસ્તાવેજોમાં સંહિતાબદ્ધ થયેલું હોય. ઉદાહરણ તરીકે ભારતનું અને અમેરિકાનું બંધારણ
Unwritten Constitution / અલિખિત બંધારણ
Unwritten Constitution એટલે એક જ સંહિતાબદ્ધ દસ્તાવેજમાં સંપૂર્ણ રીતે સમાવાયેલું ન હોય તેવું બંધારણીય માળખું. આવા બંધારણના વિવિધ સ્ત્રોત હોઈ શકે છે જેમકે કાયદા, ન્યાયિક નિર્ણયો, બંધારણીય પરંપરાઓ, ઐતિહાસિક દસ્તાવેજો વગેરે. ઉદાહરણ તરીકે બ્રિટનનું બંધારણ
ખાસ નોંધ: Unwritten Constitutionનો અર્થ “બધું જ લખાયેલું નથી” એવો છે. તેનો અર્થ એવો નથી કે ત્યાં કોઈપણ લખિત બંધારણીય કાયદા નથી.
| મુદ્દો | Written | Unwritten |
|---|---|---|
| સ્વરૂપ | સંહિતાબદ્ધ દસ્તાવેજ / દસ્તાવેજો | એક જ સંહિતાબદ્ધ દસ્તાવેજમાં સંપૂર્ણ રીતે નહીં |
| સ્ત્રોત | Constitutional documents | Statutes, conventions, judicial decisions વગેરે |
| ઉદાહરણ | India, USA | UK |
| Nature | Rigid, Flexible અથવા બંને હોઈ શકે | Rigid, Flexible અથવા બંને હોઈ શકે |
Rigid Constitution / કઠોર બંધારણ
જે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા સામાન્ય કાયદા કરતાં વધુ કઠિન હોય તેને Rigid Constitution કહે છે. ઉદાહરણ તરીકે અમેરિકાનું બંધારણ
Flexible Constitution / લવચીક બંધારણ
જે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા તુલનાત્મક રીતે સરળ હોય તેને Flexible Constitution કહે છે. ઉદાહરણ તરીકે બ્રિટનનું બંધારણીય માળખું
ભારતનું બંધારણ અંશતઃ Rigid અને અંશતઃ Flexible છે કારણ કે ભારતીય બંધારણમાં સુધારાઓ માટે અલગ અલગ પ્રક્રિયાઓ છે જે તેને બંને કેટેગરીમાં મૂકે છે.
| મુદ્દો | Rigid | Flexible |
|---|---|---|
| સુધારો | સામાન્ય કાયદા કરતાં વધુ કઠિન | તુલનાત્મક રીતે સરળ |
| પ્રક્રિયા | વિશેષ પ્રક્રિયા જરૂરી હોઈ શકે | સરળ પ્રક્રિયા હોઈ શકે |
| ઉદાહરણ | USA | UK |
| ભારત | કેટલાક ભાગોમાં | કેટલાક ભાગોમાં |
Federal Constitution / સંઘીય બંધારણ
Federal વ્યવસ્થામાં સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે બંધારણ દ્વારા વહેંચાય છે. ઉદાહરણ તરીકે ભારત અને અમેરિકા
Unitary Constitution / એકાત્મક બંધારણ
Unitary વ્યવસ્થામાં મુખ્ય સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે અને પ્રાદેશિક એકમોની સત્તા કેન્દ્ર પર વધુ નિર્ભર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બ્રિટન.
ભારતમાં Federal અને Unitary બંને પ્રકારના લક્ષણો છે તેથી જ ભારતના બંધારણને ઘણીવાર Federal with Unitary Bias તરીકે વર્ણવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે ભારતમાં સંઘીય માળખું છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં કેન્દ્ર સરકારને વધુ સત્તા આપવામાં આવે છે.
ભારતીય બંધારણ વિશે મહત્વપૂર્ણ Facts
| Fact | Answer |
|---|---|
| ભારતીય બંધારણનું સ્વરૂપ | Written, Partly Rigid, Partly Flexible |
| ભારતની શાસનવ્યવસ્થા | Parliamentary Democracy |
| ભારતનું રાજકીય સ્વરૂપ | Sovereign, Socialist, Secular, Democratic, Republic |
| બંધારણના મુખ્ય અંગો | Legislature, Executive, Judiciary |
| બંધારણમાં સુધારો | Article 368 |
| Fundamental Rights | Part III |
| DPSP | Part IV |
| Fundamental Duties | Part IVA |
| ભારતીય બંધારણનો સર્વોચ્ચ કાનૂની દરજ્જો | Constitutional Supremacy |
પરીક્ષાઓમાં મોટા ભાગે થતી ભૂલો:
| ભૂલ / માન્યતા | હકીકત |
|---|---|
| State અને Government એક જ છે. | Government રાજ્યનું એક અંગ છે. |
| Unwritten Constitution એટલે કશું જ લખાયેલું નથી. | તે એક જ સંહિતાબદ્ધ દસ્તાવેજમાં સંપૂર્ણ રીતે સમાવાયેલું ન હોય. |
| ભારતનું બંધારણ સંપૂર્ણપણે Rigid છે. | તે અંશતઃ Rigid (કઠોર) અને અંશતઃ Flexible (લચીલું) છે. |
| ભારત Parliamentary Sovereignty ધરાવે છે. | ભારતમાં Constitutional Supremacy એટલે કે બંધારણ સર્વોચ્ચ છે. |




