Terms and Conditions

 1. આ વેબસાઇટ કોઇ એક જ્ઞાતિ અથવા સમાજના કોઇ એક વર્ગ માટે નથી. દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ આ વેબસાઇટનો ઉપયોગ કરશે તો મને વધારે આનંદ થશે તથા મારી મહેનત લેખે લાગી ગણાશે. આ વેબસાઇટ જ્ઞાતિવાદને લગતી કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવી નહી અન્યથા તેને તાત્કાલિક ધોરણે ડિલીટ કરવામા આવશે તથા આ પ્રકારની કોઇપણ ટિપ્પણી/મેઇલનો જવાબ આપવામા આવશે નહી. આ વેબસાઇટ પર UPSC તથા GPSC પરીક્ષાને લગતી સામગ્રી મુકેલ છે તેથી ભવિષ્યમા IAS, IPS, Dy. Collector, Dy. SP બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ જ ખાસ આ વેબસાઇટની મુલાકાત લે છે અને આ રીતે ઉચ્ચ અધિકારી બનવા ઇચ્છતા વિદ્યાર્થીના મનમા જ્ઞાતિવાદ જેવી તુચ્છ વિચારસરણી હોય જ નહી તેવુ પણ હુ સખતપણે માનુ છુ.
 2. આ વેબસાઇટ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવી છે તેથી આ વેબસાઇટ પર ફક્ત પરીક્ષાલક્ષી માહિતી જ મળી શકશે. કોઇ સરકારી અથવા તો પ્રાઇવેટ જગ્યા માટે તેનું પગાર ધોરણ શું છે તે પ્રકારના પ્રશ્નોના જવાબ અથવા તો માહિતી આ વેબસાઇટ પર મળી શકશે નહી.
 3. આ વેબસાઇટ પરથી કોઇપણ સ્ટડી મટીરિયલ્સ મારી મંજુરી વિના કૉપી કરવુ નહી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. મંજુરી મેળવવા માટે મારા ઇમેઇલ આઇડી info@rijadeja.com પર સંપર્ક કરવો (કૉમર્શીયલ ઉપયોગ કરવા માટે કોઇપણ સંજોગોમા અરજી કરવી નહી).
 4. આ વેબસાઇટની પોલીસી મુજબ વેબસાઇટના કોઇપણ મટીરિયલ્સના બેકગ્રાઉન્ડમા www.rijadeja.com અથવા Downloaded from www.rijadeja.com લખેલો આછો લોગો જોવા મળશે. આ સિવાય બધી જ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ છે તેથી તેને એડીટ કરી શકાશે નહી. આશા છે વિદ્યાર્થીઓ આ પોલીસી સમજી શકશે.
 5. આ વેબસાઇટ પર હાલ હજારો વિદ્યાર્થી જોડાયેલા હોવાથી આ વેબસાઇટ પરનું સ્ટડી મટીરિયલ્સ કોઇ વિદ્યાર્થીઓને ઇમેઇલ દ્વારા મોકલવુ શક્ય નથી તેથી વિદ્યાર્થીઓએ મહેરબાની કરી કોઇ સ્ટડી મટીરિયલ્સ અથવા વેબસાઇટ પરની કોઇપણ ફાઇલ ઇમેઇલ દ્વારા મોકલવા માટેની માંગણી કરવી નહી.
 6. આ વેબસાઇટ પર બધી વિગતો, સ્ટડી મટીરિયલ્સ, ટીપ્સ વગેરે ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષામા જ ઉપલબ્ધ થશે કારણકે અંગ્રેજી ભાષામા આ બધી વિગતો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ તેથી મહેરબાની કરી કોઇએ આ બધી વિગતો અંગ્રેજી ભાષામા માંગવી નહી. આ વેબસાઇટ મે ગુજરાતના એવા વિદ્યાર્થીઓ માટે બનાવી છે જેઓનુ અંગ્રેજી કાચુ છે તથા તે કારણસર તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી.
 7. અમુક લોકો પોતાના મેઇલ માટે Boxbe જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે જેથી તેઓને મેઇલ મોકલવા માટે અમુક પ્રકારના કેપ્ચા કન્ફર્મ કરવા પડે (મતલબ Human Verification કરવુ પડે). તેવા યુઝરો મહેરબાની કરી આ વેબસાઇટમા રજીસ્ટ્રેશન ના કરે કેમકે મારી પાસે કોઇ મુલાકાતીઓના કેપ્ચા કન્ફર્મ કરવા માટે સમય નથી. આ પ્રકારના યુઝરોને આ વેબસાઇટ તરફથી એકપણ મેઇલ મોકલવામા આવશે નહી. 
 8. સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર વિવાદાસ્પદ, ધૃણાસ્પદ કમેંટ્સ લખવી ગેરકાયદેસર છે. આ પ્રકારની કમેંટ્સ માટે લખનાર વાચક જવાબદાર રહેશે.
 9. જો તમારી પાસે બીજાને ઉપયોગી થાય તેવુ સ્ટડી મટીરિયલ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા ઇચ્છતા હોય તો મને info@rijadeja.com પર મોકલી શકો છો. (ખાસ નોંધ - જે-તે મટીરિયલ માટેની તમામ જવાબદારી મોકલનાર વ્યક્તિની રહેશે તેથી કૉપીરાઇટ કાયદાનુ ઉલંઘન ન થાય તેની ખાસ તકેદારી રાખવી) 
 10. રજીસ્ટ્રેશન માટે આપનુ આઇડી આપના નામ મુજબનુ જ હોય તેવી અપેક્ષા રાખવામા આવે છે.. For you, love, friends forever, its me, Finance, financier, daily finance વગેરે જેવા અક્ષરો ધરાવતા ઇમેઇલ આડી દ્વારા મહેરબાની કરીને રજીસ્ટ્રેશન કરવુ નહી કારણકે આ વેબસાઇટ શૈક્ષણિક વેબસાઇટ છે કોઇ સોશ્યલ નેટવર્કની વેબસાઇટ નથી. આ પ્રકારના અક્ષરો ધરાવતા ઇમેઇલ આઇડીને મારા તરફથી કોઇ પ્રતિસાદ આપવામા આવશે નહી. હુ અશા રાખુ છુ કે વિદ્યાર્થીઓ આ વેબસાઇટ માટે પોતાના નામનુ જ ઇમેઇલ આઇડી વાપરે જો પોતાના નામનુ ઇમેઇલ આઇડી ના હોય તો નવુ બનાવવુ. Create your new Email ID here. 
 11. આ વેબસાઇટ દ્વારા ક્યારેય પણ આપની અંગત વિગતો (આપનુ સરનામુ, ફેમીલી મેમ્બર્સની વિગતો વગેરે) માંગવામા આવતી નથી તેથી આ પ્રકારની વિગતો ક્યારેય આ વેબસાઇટમા લખવી નહી.
 12. વેબસાઇટમા ગ્રુપ ડિસ્કશન તથા ડિસ્કશન ફોરમનો પણ સમાવેશ કરેલ છે જેનો ઉદેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે સંપર્ક બનાવી રાખવાનો છે. તેથી તેમા ફક્ત અને ફક્ત પરીક્ષાલક્ષી કમેંટ્સ જ કરવી. કોઇ અન્ય પ્રકારની કમેંટ્સ જેમકે હેલ્લો ફ્રેંડ્સ હાઉ આર યુ, બેસ્ટ ઓફ લક, જય માતાજી, ગુડ મોર્નિંગ વગેરે કરવી નહી અને જો આ પ્રકારની કમેંટ્સ કરવામા આવશે તો તેને તાત્કાલિક ધોરણે ડિલીટ કરવામા આવશે.કારણકે વેબસાઇટ UPSC તથા GPSC પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શક્ય એટલી વધુ મદદ કરવા ઇચ્છે છે અને આવા સંજોગોમા ઉપર મુજબની બિનજરુરી કમેંટ્સ મંજુર કરી શકાય નહી.
 13. ગ્રુપ ડિસ્કશન અથવા ડિસ્કશન ફોરમમા લખાણ લખતી વખતે ખાસ ધ્યાન રાખવુ કે તે લખાણ અસભ્ય ન હોય તથા તેમા કોઇ એવુ લખાણ ન હોય જે બીજી કોઇ વ્યક્તિના અંગત જીવન પર અસર કરતુ હોય અથવા તેને લગતુ હોય. આ પ્રકારનુ કોઇપણ લખાણ લખેલ પોસ્ટ તાત્કાલિક ધોરણે ડિલીટ કરવામા આવશે.
 14. તમારા મનમા કોઇ પ્રશ્નો હોય તો તે પ્રશ્ન મને મોકલતા પહેલા વેબસાઇટ પરના Ask Me! પર સર્ચ કરવાની સલાહ આપવામા આવે છે. જો તેમા તમારા સવાલનો જવાબ ન મળે તો તે સવાલ Ask Me! દ્વારા મને મોકલી શકો છો. આ પેઇજ પર કોઇપણ ટેક્નિકલ પ્રશ્નો જેમકે, લોગીન કેમ થવુ?, સ્ટડી મટીરિયલ્સ ડાઉનલૉડ કેમ કરવુ? વગેરે... પુછવા નહી. આ પ્રશ્નોના જવાબ માટે હેલ્પ સેન્ટર વેબસાઇટની મુલાકાત લેવી જેમા બધા જ ટેક્નિકલ પ્રશ્નોના જવાબ અંગ્રેજી તથા ગુજરાતી એમ બન્ને ભાષામા આપેલા છે.
 15. આ વેબસાઇટ દ્વારા સફળ થયેલા વિદ્યાર્થીઓની યાદી પણ મુકવામા આવી છે તેમજ તેને વારંવાર અપડેટ પણ કરવામા આવે છે. આ યાદીમા જે વિદ્યાર્થીઓના નામ છે તે બધા આ વેબસાઇટના રજીસ્ટર્ડ મેમ્બર છે. જે કોઇ વિદ્યાર્થી આ વેબસાઇટની મદદ દ્વારા સફળ થયા હોય અને પોતાનુ નામ તે યાદીમા મુકવા ઇચ્છતા હોય તેઓ એક ફોર્મ ભરી પોતાની વિગતો આપી શકે છે. ફોર્મ ભરવા અહી ક્લિક કરો. નોંધ - આ ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓનુ ફક્ત નામ જ વેબસાઇટ પર બધા જોઇ શકે તે રીતે મુકવામા આવશે, તેઓની અન્ય કોઇ વિગતો જાહેર કરવામા નહી આવે.