How we Handle / Update rijadeja.com

  • આ વેબસાઇટ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાણકારીઓ (જાહેરાત, પરિણામ, અભ્યાસક્રમ, જુના વર્ષોના પ્રશ્નપત્રો, પેપર સોલ્યુશન, આન્સર-કી, વગેરે) મુકવામા આવે છે. ઘણીવાર એવુ બને છે કે અમુક માહિતી તાત્કાલિક મુકવામા આવતી નથી. જે પરીક્ષા / માહિતી સામાન્ય વિદ્યાર્થીઓના જથ્થાને અસર કરતી હોય તેવી માહિતી જ તાત્કાલિક મુકવામાં આવે છે. અન્ય તમામ માહિતીઓને રાત્રે 11 વાગ્યા પછી સાઇટ પર અપડેટ કરવામાં આવે છે.
  • http://www.rijadeja.com વેબસાઇટ પર ફક્ત અગત્યના અપડેટ્સ જ મુકવામા આવે છે, તે સિવાયના તમામ અપડેટ્સ જોવા માટે http://updates.rijadeja.com વેબસાઇટ જોતા રહેવુ.
  • સાઇટ પર કોઇપણ જગ્યાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા તો મુલાકાતીઓ દ્વારા જે કમેન્ટ / ફીડબેક આપવામાં આવે છે તે ફીડબેક વેબસાઇટના એડમીન દ્વારા એપ્રુવ થયા બાદ જ વેબસાઇટ પર જોઇ શકાય છે.
  • આપણી આ સાઇટ પર એવા સફળ ઉમેદવારોની એક યાદી પણ છે જેઓને સફળતા મેળવવામાં આપણી આ સાઇટનો ફાળો રહ્યો હોય. આ યાદીમાં નામ નોંધાવવા માટે અમોને રોજ ઘણી બધી એન્ટ્રીઓ મળે છે પરંતુ આ યાદીની ખરાઇ અમે ખુબજ સાવચેતી રાખીને કરીએ છીએ જેથી યાદીની ગુણવત્તા જળવાઇ રહે.
  • આ વેબસાઇટ પરનું સ્ટડી મટીરિયલ્સ જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ પ્રકારનું રજીસ્ટ્રેશન ફક્ત એક જ વાર કરાવવુ પડે છે, જેના માટે જીમેઇલ આઇડી હોવુ ફરજિયાત છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા સામાન્ય રીતે 24 કલાકમાં પૂર્ણ થાય છે. મોટા ભાગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા રાત્રે 11 થી 12 દરમિયાન કરવામાં આવે છે.
  • વેબસાઇટ પર ગુજરાત ભરના અસંખ્ય વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ હોવાથી અમે સીધો જ ફોન અથવા ઇમેઇલથી જવાબ આપવાની સુવિધા રાખી નથી. અમારુ માનવુ છે કે આટલી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ફોન / ઇમેઇલ દ્વારા જવાબ આપવા શક્ય નથી. તેથી અમોને મળતા ઇમેઇલમાંથી ફક્ત અગત્યના ઇમેઇલને જ અમારા દ્વારા રીપ્લાય આપવામાં આવે છે, આ સિવાયના લગભગ તમામ ઇમેઇલને અમારે નજર-અંદાજ કરવાની ફરજ પડે છે.
  • વેબસાઇટ પર વિદ્યાર્થીઓને વારંવાર આવીને શું માહિતી અપલોડ કરવામાં આવી તે જોવુ ન પડે તે હેતુથી વેબસાઇટના "સાઇડબાર" પર "Last Update" નામનું એક બોક્સ મુકવામા આવેલ છે. વેબસાઇટ જ્યારે પણ અપડેટ કરવામાં આવે ત્યારે આ બોક્સમાં રહેલ તારીખ તેમજ સમય બદલવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને આ બાબતની જાણકારી મળી રહે.
  • વેબસાઇટ પર અમુક ટેક્નિકલ મર્યાદાઓને લીધે સ્ટડી મટીરિયલ્સ ડાઉનલૉડ કરવામાં અથવા લોગીન થવામાં અમુક વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનું માલૂમ પડ્યુ છે. આ સમસ્યાના સમાધાન રૂપે http://help.rijadeja.com નામની એક વેબસાઇટ બનાવવામાં આવી છે જેમાં ઉપરોક્ત દરેક પ્રશ્નોના જવાબ અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષાઓમાં આપેલા છે.